નવાપરા કબ્રસ્તાન રોડ સલીમભાઇ સ્ક્રેપ ટુ-વ્હિલર ગેરેજમા કટીંગ કરેલ ચોરાઉ પિયાગો રીક્ષા સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

790

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ચોરના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાનગર શહેર વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા્ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં નવાપરા ચોક દરબાર બોર્ડીંગ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, નવાપરા કબ્રસ્તાન રોડ ઉપર જમણી સાઇડમા આવેલ સલીમભાઇ સ્ક્રેપ ટુ-વ્હિલર ગેરેજમા ગેરેજના માલીક સલીમભાઇ મહિડા તથા અન્ય બે માણસો હાજર છે અને એક પિયાગો રીક્ષા ગેસ કટરથી કાપેલ પડેલ છે.અને આ રીક્ષા ચોરી અથવા ચળ કપટથી મેળવેલ છે જે ઉપરોકત બાતમી આધારે સદરહુ બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પિયાગો રીક્ષા રજી નંબર જોતા GJ-12-BT-3396 ના હોય અને ગેસ કટરથી કાપી અગલ-અલગ સ્પેર-પાર્ટ પડેલ હોય જેના ચેચીસ નંબર -MBX0001CFTJ152402 તથા એન્જીન નંબર -R5J2689832 ના હોય તેમજ સદરહુ જગ્યાએ . (૧) સલીમભાઇ અલીભાઇ મહિડા/ઘાંચી ઉ.વ.૪૯ રહે. મહિડાનો ડેલો કેસરબાઇ મસ્જીદ સામે નવાપરા ભાવનગર (૨) હિતેશગીરી ચંદુગીરી ગૌસ્વામી/અતીત બાવાજી ઉ.વ.૪૨ રહે.પ્લોટ નં.૪૩૯૭/બી નિલમણીનગર કાળીયાબીડ ભાવનગર (૩) ઇનાયતભાઇ મહમદભાઇ બાવનકા/ખાટકી ઉ.વ.૨૭ રહે. માઢીયા ફળી ચોક વડવા ભાવનગર વાળાઓ હોવાનું જણાવતા તેના કબ્જામાં રહેલ પીયાગો રીક્ષા કટીંગ કરેલ અલગ-અલગ સ્પેર-પાર્ટના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા પીયાગો રીક્ષા કટીંગ કરેલ અલગ-અલગ સ્પેર-પાર્ટના ની કિ.રૂ.૨૫,૦૦૦/-ગણી સદરહું રીક્ષા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ તેમજ મજકુર ત્રણેય ઇસમોને પોતાના કબ્જામા ચોરીનો મુદામાલ રાખવા તથા મદગારી કરવા બાબતે સી.આર.પી.સી કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી અને આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
મજકુર ત્રણેય ઇસમોની પુછ પરછ કરતા સદરહું રીક્ષા વીસેક દિવસ પહેલા નં-૨ ના મિત્ર ઘનશ્યામપુરી રહે અંજાર વાળો તથા તેનો મિત્ર અંજાર બાજુથી ચોરી કરી લાવી નં- ૨,૩ ના હસ્તક નં-૧ ના ગેરેજે રૂ.૧૪,૦૦૦/- મા વેંચી ગેસ કટરથી અલગ-અલગ સ્પેર-પાર્ટ કરી વેંચવાની તૈયારી કરતા હોવાનુ જણાવતા હોયજે બાબતે ખરાઇ કરતા અંજાર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩૨૦૦૦૭૯/૨૦૨૦ ઇ.પી.કો. ૩૭૯ મુ જબનો ગુન્હો નોઘાયેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ.ઘનશ્યામભાઇ ગોહિલ તથા હેડ કોન્સ.સાગરભાઇ જોગદીયા તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleછેલ્લા ૧ વર્ષથી બળત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.
Next articleહવે કિયારાની ૪ ફિલ્મો ટુંક સમયમાં રજૂ કરાશે : રિપોર્ટ