ભાવનગર તાલુકા પંચાયત અને સામાજિક ન્યાય સમિતિ દ્વારા ભાવનગર
તાલુકાના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિના પ્રાથમિક શાળાના તેજસ્વિ તારલાઓને પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રમ ડૉ.આંબેડકર ભવન પાનવાડી ભાવનગર ખાતે યોજાયો હતો.
સરકારી પ્રાથમિક શાળાના ૧૮૧ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહીત કરવા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વક્તુબેન મકવાણા તેમજ જિલ્લા પંચાયત સદસ્યાશ્રી નીતાબેન બાબુભાઈ રાઠોડ તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી રાજુભાઈ ઠાકરશીભાઈ ફાળકી તેમજ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની હાજરીમાં યોજાય ગયેલ. કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય ડૉ. મીતાબેન દુધરેજીયા, નાનજીભાઈ બોરીચા, ભરતભાઈ પરમારે આપેલ હતુ કાર્યક્રમમાં આવેલ મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થીઓનું સ્વાગત સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી શ્રી ધીરજભાઈ મકવાણાએ કરેલ અને કાર્યક્રમની આભાર વિધી શ્રી નરેશભાઈ જાની તાલુકા વિકાસ
અધિકારીશ્રીએ કરેલ. ભાવનગર તાલુકા પંચાયત અને સામાજિક ન્યાય સમિતિ ભાવનગર દ્વારા તેજસ્વિ તારલાઓને પ્રોત્સાહીત કરવા માટેના સફળ કાર્યક્રમનું આયોજન ચેરમેનશ્રી ધીરજભાઈ મકવાણા તેમજ કીરીટભાઈ સરધારા, મોહનભાઈ મેવાડા, પ્રહલાદભાઈ મકવાણા તેમજ તાલુકા પંચાયત કર્મચારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તમામ સદસ્યાશ્રીઓએ શુભેચ્છા પાઠવેલ અને કાર્યક્રમને પૂર્ણ કરેલ.