ભાવનગર તથા બોટાદ જિલ્લા કક્ષાના રોજગાર મેળામાં ૩૪૩ ઉમેદવારોની થયેલી પસંદગી

1054

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રત્યેક જીલ્લા દિઠ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો માટે પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. તે અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર અને કે.સી.જી., અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભાવનગર, બોટાદ જિલ્લા ઝોન-૫, નોડ-૩ ના મેગા પ્લેસમેન્ટ ફેર ૨૦૨૦ નું આયોજન તા.૧૩.૦૨.૨૦૨૦, ગુરુવારના રોજ એમ.જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને આ પ્લેસમેન્ટ ફેરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ડૉ. કૌશિકભાઇ. એલ. ભટ્ટ, ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેંટ શ્રી દિપકભાઇ કામાણી, શ્રી સમીરભાઇ શાહ, પ્રમુખશ્રી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રોજગાર અધિકારીશ્રી સંજયભાઇ ગોહિલ, યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસરશ્રી દિપકભાઇ શેઠ, યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલના કૉ-ઑર્ડિનેટરશ્રી તથા સભ્યો, તથા આ પ્લેસમેન્ટ ફેરના નોડલશ્રી એસ. આર. પરમાર, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ઘોઘાના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ડો. કૌશિકભાઇ એલ. ભટ્ટે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

અધ્યક્ષીય ઉદ્બો્ધનમાં શ્રી ઉમેશ વ્યાસ જીવન સંદર્ભે પોતાનુ વિઝન ક્લિયર કરી, સકારાત્મક ઊર્જા સાથે આગળ વધવા જણાવી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ નોડલશ્રી એસ. આર. પરમારે કર્યો હતો. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત નોટબુકથી કરવામા આવ્યું હતું, જે ગરીબ બાળકો માટે પીલ ગાર્ડનમાં ચાલતી ભાઇબંધની નિશાળને અર્પણ કરી દેવામાં આવી હતી.

આ પ્લેસમેન્ટ ફેરમાં ૮૦૭ નોકરીવાંચ્છુ વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એક વિધ્યાર્થી એકથી વધારે કંપનીમાં ઈન્ટર્વ્યુ આપી શકતા હોવાના કારણે ઈન્ટરવ્યુડ વિધ્યાર્થીઓની સંખ્યા ૧૨૬૦ રહી હતી. ૩૪૩ વિધ્યાર્થીઓનું સીલેક્શન થયું છે. જેમાથી ૨૨ વિધ્યાર્થીઓને સ્થળ પર જ અપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા.
પ્લેસમેન્ટ ફેરમાં ટીસીએસ, મધુસીલીકા, નીરમા, એલાઆઈસી, એસબીઆઈલાઈફ ઈન્સ્યોરન્સ, એપેક્ષ ફાર્મા, ક્રેવ ઈટેબલ્સ, યુબીઆઈઈન્ફોટેક, નવ્યા હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ સેક્ટરની આશરે ૫૯ કંપનીઓ ઉપસ્થિત રહી હતી.

Previous articleરાણપુરની ઘી.જન્મભૂમિ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.
Next articleલાઠી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો