ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા

654
bvn2932018-5.jpg

ગારિયાધાર પોલીસ સ્ટાફે ચોરીમાં સંડોવાયેલ ચાર શખ્સોને એક મોટરસાયકલ સાથે ઝડપી લઈ ચોરી કરેલ મુદ્દામાલ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.પી. પરોજીયાની સુચના અનુસાર ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી. અગ્રાવત, પોલીસ કો. તીરૂણસિંહ સરવૈયા, પો.કો. પરાક્રમસિંહ ગોહિલ, પો.કો. મયુરસિંહ ગોહિલ, પો.કો. જીતુભાઈ વાઘાણી, અન્ય પોલીસ સ્ટાફ સાથે ચોરી અંગેની તપાસમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે આરોપી મુકેશભાઈ ભાડુભાઈ વાઘેલા, ભુરાભાઈ ભાડુભાઈ વાઘેલા, હરેશભાઈ ભુપતભાઈ વાઘેલા રહે.ત્રણેય ભીલવાસ ગરાજીયા રોડ પાલીતાણા અને વનુભાઈ લાડુભાઈ પરમાર, રહે.થોરાળી ગામ તા.પાલીતાણાવાળા આરોપીઓને પેટ્રોલીંગ દરમિયાન ચોરીમાં ગયેલ ૩૦ પેકેટ સીગારેટના તેમજ ચાર ભાઈ ભીડીના ત્રણ બાંધા મળી કુલ રૂા.૪ર૬૦ના મુદ્દામાલ મેળવવાની પોલીસ તપાસ શરૂ કરવામાં આવેલ તેમજ એક સુઝુકી કંપનીનું મો.સા. તેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવેલ તેમજ સુઝુકી કંપનીના બાઈક સાથે ચાર ઈસમોને ઝડપી પાડી અનડિટેક્ટ ચોરીનો ગુનો ડીટેક્ટ કરવાની તપાસ ચાલુ કરવામાં આવેલ.
આ કામગીરીમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી. અગ્રાવત, પો.કો. જીતુભાઈ મકવાણા, તીરૂણસિંહ સરવૈયા, પરાક્રમસિંહ ગોહિલ, મયુરસિંહ ગોહિલ તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Previous articleસરકારી શાળાના તુટેલા દરવાજા સત્વરે રીપેર કરવા માંગ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ મેરેથોન દોડમાં જોડાઈ