અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકૂલ- અમરેલીમાં શ્રીમતી આર.કે.વધાસિયા મહિલા કોમર્સ કોલેજની એસ.વાય.બી.કોમ ની વિદ્યાર્થીનીઓએ “ગ્રીન-ડ્રેસ-કોડ” ના માધ્યમથી “ગ્રીન-ડે” ની ઉજવણી કરીને “પર્યાવરણ બચાવો…જીવન બચાવો” ના સૂત્રોવાળા પ્લે-કાર્ડ ડિસ્પ્લે કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ સમગ્ર કેમ્પસમાં આપ્યો હતો. પ્રવર્તમાન ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે ત્યારે કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્ટર્ન ડેઇઝ રોઝ-ડે ચોકલેટ-ડે, ઓડ-ડે, વેજીટેબલ-ડે, જીન્સ ડે એમ વિવિધ ડેઇઝ ઉજવવાની જગ્યાએ પારંપારિક ટ્રેડિશનલ-ડે, ગ્રીન-ડે, એન્વાયરમેન્ટ-ડે, વોટર-ડે ઉજવવામાં આવે તે અતિ-આવશ્યક છે ત્યારે ગજેરા-સંકૂલના નિયામક તથા ટ્રસ્ટી મનસુખભાઇ ધાનાણીએ જણાવ્યુ હતું કે વર્તમાન સમયે વેસ્ટર્ન-કલ્ચરના વાયરા-વચ્ચે વિધવિધ મેટ્રોસીટીમાં વિધવિધ વેસ્ટર્ન તથા મોર્ડન-ડેઇઝ ઉજવાય છે ત્યારે અમારી સંસ્થામાં વિદ્યાર્થીનીઓ દ્વારા પારંપારિક “ગ્રીન-ડ્રેસ-કોર્ડ” ના માધ્યમથી “ગ્રીન-ડે” ઉજવીને પર્યાવરણ-બચાવો નો સંદેશ આપીને સમગ્ર કેમ્પસમા રહીને અભ્યાસ કરતી ૮૦૦૦ (આઠ હજાર) વિદ્યાર્થીનીઓને “પર્યાવરણ બચાવો…જીવન બચાવો” નો સંદેશ આપ્યો તેને હું આવકારું છું. પર્યાવરણ બચાવોના સંદેશ બદલ ગજેરા સંકુલના સ્થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઇ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડિયા, ઉપપ્રમુખ પરષોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઇ સાકરીયા, કેમ્પસ ડાયરેક્ટર અને ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ, હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણી, પ્લાઝા ડાયરેક્ટર (કેમ્પસ) મુકેશભાઇ શિરોયા, સ્પોર્ટ ડાયરેક્ટર મગનભાઇ વગેરે એ અભિનંદન આપ્યા હતા
નટવરલાલ ભાતિયા દ્વારા