પાલીતાણા ભૈરવપરા ચોક પાસે HDFC બેન્કના ATM ના સિકયુરીટી ગાર્ડ ને ૧૨ બોરના હથીયાર તથા ત્રણ કાર્ટીસ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

703

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર જીલ્લાના પાલીતાણામા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભૈરવપરા ચોક પાસે આવેલ એચ.ડી.એફ.સી બેન્કના એ.ટી.એમ મા હથીયારી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો ઇસમ પોતાના આર્થીક લાભ સારૂ હથીયાર પરવાના શરતનો ભંગ કરી ફરજ બજાવે છે જે હકિકત આધારે ઉપરોકત જગ્યાએ તપાસ કરતા હરીશચન્દ્ર રઘુનાથ બાથમ ઉવ.૪૯ રહે.હાલ ભૈરવપરા ચોક એચ.ડી.એફ.સી બેંકના એ.ટી.એમ ના ગાર્ડ રૂમમા પાલીતાણા જી.ભાવનગર મુળગામ સોનાજાનકીપુર તા.કાયમગંજ જી.ફરૂખાબાદ(યુ.પી) વાળા પાસેથી ૧૨ બોરની સીંગલ બેરલની ગન તથા ત્રણ કાર્ટીસ મળી આવતા મજકુર પાસે રહેલ હથીયાર પરવાના જોતા એટા કઇેકટર (ઉતરપ્રદેશ) દ્વારા ઇશ્યુ કરવામા આવેલ જે પરવાનો સ્વરક્ષણ માટે આપેલ હોય જેથી મજકુર ઇસમે હથીયાર પરવાનાનો શરત ભંગ કરી પોતાના આર્થીક લાભ સારૂ સિકયુરીટી ગાર્ડ તરીકે એમ.એમ.એફ સિકયુરીટીમા ગાર્ડ તરીકે ફરજ બજાવી હથીયાર ૧૨ બોરની સીંગલ બેરલની ગન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ત્રણ કાર્ટીસ કિ.રૂ.૩૦૦/- તથા હથીયાર પરવાનો તથા આધારકાર્ડની નકલ કિ.રૂ.૦૦/૦૦/- ગણી મજકુર ઇસમના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આર્મસ એકટ મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ગુન્હો રજી કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહીલ, જીતુભા ઝાલા તથા પો.કો. શકિતીસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વેલેન્ટાઇન ડેની અલગ રીતે કરવામાં આવેલી ઉજવણી
Next articleસના ખાનના મેલ્વિન લુઇસ સાથે સંબંધો તુટ્યા : રિપોર્ટ