સિહોરની પળપીયાની નહેર પાસે આવેલ વાડી વિસતારમાં પાકમાં આગ લાગતા નુકશાન થવા પામેલ. જે અંગે બચુભાઈ કરશનભાઈ બલીયા જાતે રબારીની વાડીમાં જે ઘઉંના પાકને કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલ તેમજ વાડીની વાડમાં પણ ભયંકર આગ લાગતા વાડી વિસ્તારના સ્થાનિકો દ્વારા આગ બુજાવવામાં આવેલ. જે અંગે સિહોર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરેલ પરંતુ આ ઈમરજન્સી વાહનો બંધ હાલતે હોય બન્ને વાહનો બંધ થતા તંત્ર વાહકે જે પાણીનો કહેવાતો એક માત્ર ટાંકો ઠલવાતો હોય છે પણ તંત્રના પાપે પશુઓ પાણી વગર તરસ્યા રહેલ અને આ પાણીના ટાંકો જે આ વાડી વિસતારમાં આગ બુઝાયા બાદ મોડે મોડે આવ્યો હતો. આવા ઈમરજન્સી વાહનો બાબતે તંત્ર નિંદ્રાધીન થયું છે તો સત્તાધીશો માત્રને માત્ર દેખાવડા માટે સ્વચ્છતા માટે ઉતરી પડ્યા પણ ઈમરજન્સી વાહનો તકલાદી કેમ રાખવામાં આવે છે. જે અંગે સિહોરના સામાજીક કાર્યકર હરીશભાઈ પવારે સિહોરમાં નાયબ કલેક્ટરની લેખીત ફરિયાદ કરવામાં આવેલ.