ભાવનગર શહેર ના ચિત્રા GIDC સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસ માં ઘરે આવી હતી તે વેળા ઘર પાસે સ્કૂલ બસ માથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારી પૂવૅક પોતાનું વાહન ચલાવી દેતા બાળા ફસડાઈ પડી હતી અને તેનું મસ્તક વ્હીલ તળે કચડાઈ જતાં માસુમ બાળાનુ ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો.
ગંભીર બેદરકારી પૂવૅક ડ્રાઇવિંગ કરી માસુમ બાળા ને કચડી ફરાર થઈ ગયેલ ભસ ચાલક ને ઝબ્બે કરી તત્કાળ આકરા પગલા લેવા ની માગ સાથે દલીલ સમાજ ના લોકો એ બાળાની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો જયાં સુધી ડ્રાઇવર ન ઝડપાય તથા સ્કૂલ સંચાલકો સામે પણ પગલાઓ ન લેવામાં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાની ઉગ્ર ચિમકી ભાવનગર દલિત સેના એ ઉચ્ચારી હતી.
ભાવનગર શહેરના ચિત્રા અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોતનો મામલો સ્વામિનારાયણ ગુરુકુલની 2જા ધોરણની વિદ્યાર્થીનીનું થયું હતું મોત
વિદ્યાર્થીનીના પરિવારે મૃતદેહ સ્વીકારવા નો કર્યો ઇનકાર ડ્રાઇવર સામે માનવવધ નો ગુન્હો દાખલ કરવા માંગ યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી પરીવાર જનો દ્વારા માંગ ઉઠી હતી.