સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે

965

વિતેલા વર્ષોમાં અનેક સારી ફિલ્મો કરી ચુકેલી અને એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની કુશળતા સાબિત કરનાર ખુબસુરત હુમા કુરેશી હાલમાં તેની અમેરિકન થ્રીલર ફિલ્મ આર્મી ઓફ ડેડને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ નેટફ્લીક્સ પર રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ તે અન્ય સારી પટકથા ધરાવતી હોલિવુડ ફિલ્મમાં પણ ભાગ્ય અજમાવવા માટે ઇચ્છુક છે. તે હિન્દીની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ફિલ્મ નિર્માતા મુદ્દસર અજીજ સાથે લગ્ન કરવાનો સંકેત પણ તે સોશિયલ મિડિયા પર આવી ચુકી છે. જેથી તેના ચાહકો આને લઇને ચર્ચામાં છે. વિતેલા વર્ષોમાં જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી પાસે પણ હાલમાં કોઇ મોટી ફિલ્મ નથી. તે છેલ્લે રજનિકાંત જેવા સુપર સ્ટાર સાથે કાલા ફિલ્મમાં નજરે પડી હતી. તેની કુશળતાથી તમામ લોકો સારી રીતે વાકેફ છે. આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ખુબસુરત હુમા કુરેશીએ કહ્યુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. પરંતુ જો હોલિવુડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવુડની ફિલ્મમા પણ કામ કરશે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પુછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યુ હતુ કે તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ કરીને ખુબ ગર્વ અનુભવ કરી રહી છે. હુમા કુરેશીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારતમાં વર્લ્ડ કલાસ ફિલ્મ બનાવવા માટે હોલિવુડ ફિલ્મની રીમેક બનાવવામાં આવે છે. અમે ઓરિજનલ ફિલ્મ બનાવતા નથી. કોઇ કોરિયન અથવા તો ચાઇનીઝ ફિલ્મ નિહાળી લીધા બાદ તેના આઇડિયા લઇ લેવામાં આવે છે. બે ત્રણ ગીતો ઉમેરી દેવામાં આવે છે અને આઇટમ સોંગ ઉમેરી દેવામાં આવે છે. ફિલ્મની પટકથા ખુબ મહત્વપૂર્ણ હોય છે. તેના કહેવા મુજબ તે દરેક બાબતને ધ્યાનમાં લઇને ફિલ્મમાં કામ કરે છે. તેનુ કહેવુ છે કે સાકીબ નાનો હતો ત્યારે ખુબ હોરર ફિલ્મ નિહાળતો હતો. તે ખુબ ભયભીત પણ થઇ જતી હતી. સાકીબની પ્રશંસા કરતા તે કહે છે કે તે એક પ્રોફેશનલ સ્ટાર તરીકે છે. હુમા કુરેશીએ બોલિવુડ કેરિયરની ધડાકા સાથે શરૂઆત કરી હતી. બોલિવુડમાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ તે જીતી ગઇ હતી.

Previous articleદામનગર ઓમસાઈ અને એસ વી વિધાલય દ્વારા માતાપિતા નું પૂજન વૈદિક પરંપરા થી કરી અનોખી રીતે ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે
Next articleકૃતિ સનુન પાસે તમામ મોટી અને સારા બજેટની ફિલ્મ છે