અલંગ શિપ યાર્ડમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર ઝડપાયો

760
bvn2932018-8.jpg

અલંગશીપ યાર્ડમાંથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર મથાવડા ગામના શખ્સને અલંગ મરીન પોલીસ અને મહુવા ડીવીઝન સ્કવોર્ડની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ન.પાો. અધિક ડી.ડી. ચૌધરી (મહુવા)ને અલંગ શીપ યાર્ડમાં ચોરીના બનતા બનાવો અટકાવવા અંગે જરૂરી પેટ્રોલિંગ રાખવા સુચના આપેલ જે સુચના અન્વયે અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. ટી.એસ.રીઝવીના માર્ગદર્શન હેઠળ અલંગ પો.સ્ટે.ના પો.કો. દિનેશભાઈ મહુવા ડીવીઝન સ્કવોર્ડના પો.કો. અરવિંદભાઈ બારૈયા વિગેરે સ્ટાફના પો. માણસો અલંગ શીપયાર્ડમાં સખત પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. અરવિંદભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકિકત મળેલ કે, હનુમાન પાટીયાથી અલંગ ગામ જવાના રોડથી જમણી બાજુના ખાંચામાં એક ખાડા ચોરીનો માલ પડેલ છે.  જેથી બામતીવાળી જગ્યાએ આવતા ત્યાં તપાસ કરતા ત્યાં ખાડામાં લોખંડના ટુકડાઓ પડેલ હોય અને બાજુમાં એક ઈસમ ઉભેલ હોય જેને પકડી તેનું નામ, સરનામું પુછતા કરણભાઈ માવજીભાઈ જાંબુચા હોવાનું જણાવેલ, સદર લોખંડની પ્લેટો જેનું વજન આશરે ૪૭૦ કિગ્રા જેની કિંમત રૂપિયા ૯૪૦૦ ગણી શકાય, જે અંગે તેની સખત પુછપરછ કરતા લોખંડની પ્લેટો તેઓએ અલંગ શીપયાર્ડમાંથી ચોરી કરેલાની કબુલાત કરતો તે ચોર ઈસમ પાસેના મુદ્દામાલ ૧૦ર મુજબ તપાસ અર્થે કબ્જે લઈ ચોર ઈસમને અટક કરેલ. આ કામગીરી મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ ટી.એસ. રીઝવી તથા પો.કો. દિનેશભાઈ, મહુવા ડીવીઝન સ્કવોર્ડના પો.કો. અરવિંદભાઈ બારૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં. 

Previous articleઅશ્વિનભાઈ ખુમાણના જન્મદિને ૧૧૧ વ્યક્તિઓ દ્વારા રકતદાન કરાયું
Next articleનાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાશે