વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના ઠગાઇ અને ગુન્હાહીત વિશ્વાસઘાતના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી તથા એક નાસ્તા ફરતા આરોપીનુ મરણ પ્રમાણપત્ર મેળવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર   

716

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ. સૈયદ સાહેબે સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો  બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, વલસાડ જિલ્લાના ડુંગરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શિવજીભાઇ વલ્લભભાઇ ભાલીયા રહે.ઓથા, તા.મહુવા વાળો વાદળી તથા સફેદ લીટી વાળો શર્ટ અને કોફી કલરનુ પેન્ટ પહેરીને ઓથા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા શિવજીભાઇ વલ્લભભાઇ ભાલીયા ઉ.વ.૪૯ ધંધો- ખેતી રહે. ઓથા, તા.મહુવા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે વલસાડ જિલ્લાના ડુંગરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી), ૧૧૪ મુજબના મુજબનો ગુન્હો નોંધાયેલ હોય મજકુરને સદરહું ગુન્હાના કામે CRPC કલમ 41(1)(I) મુજબ ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી માટે બગદાણા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.
તેમજ વલસાડ જિલ્લાના ડુંગરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અલ્તાફભાઇ ઇસુબભાઇ સોરઠીયા રહે.ઓથા, તા.મહુવા વાળાની તેના રહેણાંક મકાને તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવતા તેનુ નામઠામ પુછતા ઇસુબભાઇ બાબુભાઇ સોરઠીયા ઉ.વ.૭૦ ધંધો- નિવૃત રહે. ઓથા, તા.મહુવા વાળા હોવાનુ જણાવેલ અને મજકુર વ્યક્તિને અલ્તાફભાઇ ઇસુબભાઇ સોરઠીયા રહે.ઓથા, તા.મહુવા વાળા બાબતે પુછતા જણાવેલ કે, અલ્તાફભાઇ પોતાના દિકરા હતા અને જેઓનુ વર્ષ – ૨૦૧૬ માં એક્સિડન્ટ થતા ગુજરી ગયેલ હોવાનુ જણાવી મરણ પ્રમાણપત્ર રજુ કરતા જેઓ પાસેથી આરોપી અલ્તાફભાઇ ઇસુબભાઇ સોરઠીયા રહે.ઓથા વાળાનુ મરણ પ્રમાણપત્ર મેળવતા જેમાં મરણ તારીખ તા.૦૩/૧૨/૨૦૧૬ અને નોંધણી ક્રમાંક ૧૮/૨૦૧૬નુ હોય જેની નકલ આરોપીના પિતા પાસેથી મેળવી બગદાણા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Previous articleધોરણ-૧૦,૧૨ના ચાર કરોડથી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન સંપન્ન
Next articleપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત