આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 17થી 19 ફેબ્રુઆરી સુધી ચાલનારો બીજો ફોટોગ્રાફી સોલો શો. પ્રિતેશ પટેલ એક જાણીતા ફોટોગ્રાફર દ્વારા સ્ટ્રીટ લાઇફ ફોટોગ્રાફી વિષય આધારિત તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું.
હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી પુલક ત્રિવેદી સેક્રેટરી ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, શ્રી પ્રફુલ્લ રાવલ જનરલ સેક્રેટરી ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ, વ્રજ મિસ્ત્રી, પ્રશાંત વેધ્ધ, રોહિત ભગત તથા જય પંચોલી અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન માટે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તરફથી 25000ની ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ પ્રદર્શનમાં આશરે ૫૦ જેટલા તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રિતેશ પટેલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. આ પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે ૧૧થી૭ વાગ્યા સુધી નિહાળી શકાશે.