સુરત-જૂનાગઢ નું અનોખું ૨૦૦૦ પરિવારો નું કુટુંબ રિયલ ફ્રેન્ટ્સ ફાઉન્ડેશન નો સામાજિક સંવાદિતા નો સુંદર સંદેશ

534
સુરત શહેર માં જૂનાગઢ સુરત નું ૨૦૦૦ પરિવારો નું  અનોખું કુટુંબ “રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન”  ગુજરાત ના સર્વ ટ્રસ્ટી સામાજીક સંસ્થાઓ દાતાઓ ની પ્રેરણાત્મક પહેલ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન જુનાગઢ અને સુરત વસુદેવ કુટુંબ ભાવના નો અનેરો સંદેશ અર્પે છે
જૂનાગઢ સુરત નું એક  એવુ પારીવારીક ભાવનાઓ સાથે જોડાયેલુ નામ “ રીયલ ફ્રેન્ડ્સ   ફાઉન્ડેશન “ જેમા ૨૦૦૦ હજારો પરિવારો મિત્રભાવ થી પારિવારીક ભાવથી જોડાયેલા છે
આ સંસ્થા માં જ્ઞાતી,જાતી, ભાષા ધર્મ સંસ્કૃતિ ના કશા  ભેદ વગર “જેમ દિવે દીવો પ્રગટે ” તેમ કોઈ પણ ભેદભાવ  વિના માનવતા મહેકાવવા  ગ્રુપ ના કોઈ પણ પરિવારો માં લગ્ન સહાય આપી પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ સંયુક્ત કુટુંબ ભાવના ની સુંદર ફરજ બજાવે છે
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન અત્યાર સુધી માં દીકરા-દીકરીઓ જેમના લગ્ન ના દિવસે રુપિયા એક લાખ ની લગ્ન સહાય નો ચેક ચાંદલા ના રુપે અર્પણ કરે છે અને  તા.૧૬/૨/૨૦૨૦ ના દિવસ સુધી મા એકવીસ દીકરા-દીકરીઓ ને  એક એક લાખ ના ચેક આર્પણ કરી ચુકી
આ રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન બે હજાર પરિવાર નુ ગૃપ બનાવી ચુક્યુ છે અનેે તેનો એકજ ધ્યેય છે  આ તમામ પરિવારો જેઓ તેમની સાથે જડાયેલા છે તેઓ અને જે જોડાવા માંગે છે તેઓ ના
ધરે લગ્ન ના દિવસે એક લાખ રુપિયા નો ચેક પહોંચાડી શકાય.અને વસુદેવ કુટુંબ ભાવના વધુ દ્રઢ બનાવી શકાય તેવા સંયુક્ત કુટુંબ ભાવના અને સામાજિક સંવાદિતા ઉભી કરવા ના ઉદેશ સાથે અનોખી પહેલ કરતી સંસ્થા રિયલ ફ્રેન્ટ્સ ફાઉન્ડેશન નામ જ પર્યાપ્ત છે રિયલ ખરા રૂપે રિયલ માં ૨૦૦૦ પરિવારો નું વિશાળ કુટુંબ એકતા નો સુંદર સંદેશ આપે છે
નટવરલાલ ભાતિયા
Previous articleએક્શન ફિલ્મ માટે ટાઇગર જેવી ટ્રેનિંગમાં કાર્તિક વ્યસ્ત
Next article૭મી આર્થિક ગણતરીનો રાણપુર ખાતે શુભારંભ.