ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરી ને તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.જેમા આર્થિક સર્વેની ગણતરી સૌપ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવી છે.આ સર્વેથી જિલ્લા અને દેશની આર્થિક બાબતોની માહિતી ભારત સરકારના CSC-E Governance service india Ltd દ્વારા એકઠી કરવામાં આવશે.તે અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુરમાં આજ રોજ રાણપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ. મંત્રી હસમુખભાઇ પરમાર,સરપંચ મનહરભાઈ પંચાળા અને CSC જિલ્લા મેનેજર વિપુલભાઈ દેશાણી ની ઉપસ્થિતમાં રાણપુર ગામે ૭મી આર્થિક ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી.
આ આર્થિક સર્વે અન્વયે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે ગણતરીદાર આપને ત્યાં સર્વે કરવા આવે ત્યારે તેમને સાથ સહકાર અને સાચી માહિતી આપવા અપીલ કરવામા આવે છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર