વડોદરા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા રંગોલી પૂર્વ શાળા ખાતે સંપૂર્ણ મફત આરોગ્ય કેમ્પ યોજાયો વડોદરા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રંગોલી પૂર્વ શાળા ખાતે
સંપૂર્ણ નિ:શુલ્ક સામાન્ય આરોગ્ય તપાસ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું
જેમાં વિવિધ પ્રવાહના સામાન્ય ચિકિત્સક, દંત ચિકિત્સક અને ફિઝીયોથેરાપિસ્ટના ડોકટરોએ જરૂરીયાતમંદ લોકો અને બાળકોને ના નિરામય આરોગ્ય માટે સેવાઓ આપી હતી. કાર્યક્રમ ટીમના સભ્યો અને શાળાના સ્ટાફના તમામ સમર્થનથી સફળ બન્યો હતો ગીતાજી ના સ્લોક મુજબ “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વની કુશળતા એ માનવ ધર્મ છે તેને ચરિતાર્થ કરતું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓર્ગેનાઇઝેશન વડોદરા ટિમ ના સંકલન થી સુંદર રીતે આરોગ્ય કેમ્પ સંપન્ન થયો હતો
નટવરલાલ ભાતિયા