પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે કૈલાસધામ આશ્રમ માં શિવરાત્રીના મહા પર્વે માબાપ વિનાની તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તેમજ મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં રાસ ગરબા, સંસ્કૃતિ કાર્યક્રમો તેમજ સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
સાધુ એટલે બીજા માટે ભેખ ધારણ કરનાર,આપના સમાજના સાધુ સંતોના કારણે આજે ધર્મ જીવિત રહ્યો છે, અને આવા સાધુ કોઇપણ પ્રકારના અપેક્ષા વિના જ સત્કાર્યો કરતા હોય છે, પોતે જંગલમાં કે વગડામાં રહી ને પણ સમાજનું હિત થાય તેવા કામો કરતા હોય છે, પાલીતાણા તાલુકાના નાનકડા એવા નાનીમાળ ગામે આવેલ વિજયગીરી બાપુ આશ્રમ કૈલાસધામ માં દર વર્ષે અહીના સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રી ના દિવસે ભવ્યાતિભવ્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, તેમજ દર વર્ષે અહિયાં માબાપ ની છત્રછાયા ગુમાવેલ તેમજ ગરીબ ઘરની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે, આ વર્ષે વિજયગીરી બાપુ આશ્રમના સાધુ સંતો અને સેવકગણ દ્વારા સમુહલગ્ન અને મહાશિવરાત્રી નું ઉજવણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ વર્ષે ૧૨ દીકરીઓના સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે, એક પિતા જેમ તેની દીકરીને પોતાની સગવડ મુજબ કરીવાર આપી વિદાય કરે છે તેમ આ દીકરીઓને આશ્રમ દ્વારા પોતાની દીકરી માફક દાતાઓના સહયોગથી કરિયાવર આપી વિદ્દાય આપવામાં આવશે, શિવરાત્રીના મહા પર્વે સાધુ સંતોના સાનિધ્યમાં અને આશીર્વાદ સાથે ૧૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પડશે.
આગામીતા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ થી વિવિધ ધાર્મિક અને માંગલિક પ્રસંગો શરુ થશે, તા, ૨૦ ના રોજ સવારે ૮ વાગ્યે રૂડા મંડપ રોપાશે, તેમજ રાત્રીના સમયે મધુર વાણીના ગીતો ગવાશે અને સાથે સાથે સંતવાણી ડાયરો પણ યોજશે જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો રમ્જ્ત બોલાવશે, જ્યારે તા.૨૧ ના રોજ સવારે ૭.કલાકે જાન આગમન થશે જેનું આશ્રમ સેવકગણ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને સવારના ૮ વાગ્યે ભવ્ય શોભાયાત્રા આશ્રમ થી લઇ અને નાનીમાળ ગામના રામજી મંદિર સુધી યોજાશે. સવારે ૧૦ વાગ્યે ૧૨ નવ દંપતીઓના હસ્ત મેળાપ યોજાશે. અને બપોરના ૩ કલાકે જાન ને વિદાય આપવામાં આવશે. જ્યારે આશ્રમમાં આવતા તમામ ભક્તો અને ભાવિકો માટે સ્વાર્થી જ ભોજન પ્રસાદઅખંડ ચાલુ રહેશે. આ ધાર્મિક ઉત્સવમાં વિવિધ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, તેમજ મોટી સંખ્યામાં સેવક સમુદાય ઉપસ્થિત રહશે, તેમજ સમગ્ર ઉત્સવ દરમિયના બે હજાર કરતા વધુ સ્વયમ સેવકો ને વિવિધ કમિટીઓ બનાવી અને સેવાઓ સોપીવામાં આવી છે જેઓ ખડેપગે રહી પોતાની સેવા આપશે,
અત્રે ઉલેખનીય છે કે આ આશ્રમ ગૌસેવા, સર્વ જ્ઞાતિ સમુહલગ્ન, મહાશિવરાત્રી સહિતના વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી, અને ૩૬૫ દિવસ અવિરત અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે.આ મહાપર્વ અને સમૂહલગ્નમાં પધારવા વિજયગીરી બાપુ આશ્રમ કૈલાસ્ધામાં નાનીમાળ સાધુ સંતો અને સેવક સમુદાય દ્વારા તમામ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ આપવામ આવે છે.