એલઆઈસી ભાવનગર ડીવીઝન હેઠળની ૧ર ઓફિસના ક્લાસ-૧,૩ અને ૪ના કર્મચારીઓ દ્વારા પેન્શન ઓપ્સન, કર્મચારીઓની ભરતી, પગાર સુધારણા અને ફાઈવ-ડે વિક સહિતની માંગણીઓ સંદર્ભે આજે બપોરે ૧ થી ર કલાક દરમિયાન એલઆઈસી કચેરી ખાતે હડતાલ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં મોટીસંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.