વરલી મટકાનો જુગાર રોકડ રૂ. ૧૧,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

891

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એમ.સૈયદની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ શિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તેદરમ્યન બાતમીરાહે હકિકત મળેલ કે શિહોર સરકારી હોસ્પીટલના ગેટ પાસે વરર્લી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦ર ઇસમો જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી વરલી મટકાના સાહિત્ય સાથે મળી આવતા (૧) ભરતભાઇ ઉકાભાઇ મકવાણા ઉવ.૪૫ રહે. શિહોર (ર) સીરાજ અહમદભાઇ આરબ ઉવ.૩૨ રહે. શિહોર વાળાને વરલી મટકાના સાહિત્ય ચિઠ્ઠી નંગ-૦૩ બોલપેન નંગ-૦૨ રોકડ રૂપિયા ૧૧,૦૦૦/- મોબાઇલ નંબગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ. ૧૨,૪૦૦/- સાથે મળી આવતા જુગારઘારા કલમ-૧૨ (અ) મુજબનો ગુન્હો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં તથા હેડક કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ.જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહિલએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleસ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા CAA ના સમર્થન માં રેલી યોજાઈ
Next articleસ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ સામેના ખાંચામા જાહેર જગ્યામાં જુગાર રમતા દસ શકુનીઓ ઝડપાયા