મહુવા તાલુકાના બગદાણાધામ થી નજીક આવેલ શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ-ગૌશાળા કોટીયા(બાવવાળા)માં તા.૨૧-૨ થી ક્ષીપ્રાગીરી મહારાજ(બાપજી)ના વક્તા પદે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો થઈ રહેલા પ્રારંભમાં તળાજાનાં દેવળીયા ગામની ધાર પર આવેલ ગુરુદત્તાત્રેય આશ્રમેથી પ્રસ્થાન થનાર પોથીયાત્રામાં ૩ ટ્રક,૨ બગી,૨૫ ટ્રેક્ટર,૧૫ ઘોડા,બળદગાડા,ઉંટગાડી,ખુલ્લી જીપમાં શ્રદ્ધાળુઓ ઢોલ-નગારા-ડી.જે.ની સંગીત સુરાવલી સાથે કીર્તન કરતા કરતા ૧૪ કી.મી.ઐતિહાસિક લાંબી યાત્રા શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ પહોંચશે.તા.૨૧,૨૩,૨૫ અને ૨૭ની રાત્રે સંતવાણી તેમજ કથા શ્રવણનો સમય સવારના ૯ થી બપોરના ૧.૩૦ સુધીનો અને કથા વિરામ તા.૨૮ સુધી મહાપ્રસાદ રાખેલ હોય આશ્રમના મહંતશ્રી લહેરગિરિબાપુ ગુરુમહારાજ બ્રહ્મલીન મોહનગીરીબાપુ,સેવક સમુદાય આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવેછે.તેમ કુંઢડાના સેવક અનિલભાઈ વેલજીભાઈ બારૈયાએ યાદીમાં જણાવેલ છે.
અહેવાલ અતુલ શુકલ દામનગર.