કલેકટર કચેરી ભાવનગર ખાતે ફરજ બજાવતા જિલ્લા હોમગાર્ડના મહિલા કર્મચારી શ્રીમતી રમીલાબહેન ધાંધલીયા એ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ હોમગાર્ડ ગુજરાત રાજ્ય રમતોત્સવ ૨૦૨૦ માં શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય કક્ષાએ લાંબી કુદમાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગર કલેકટર કચેરી, ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ તેમજ સમગ્ર ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી શંભુ સિંહ સરવૈયાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય ના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી પસંદગી પામેલ ખેલાડીઓ વચ્ચે યોજાયેલ હરીફાઈમાં રમીલા બહેને પ્રથમ ક્રમાંક મેળવી આ અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.