ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક એ.એમ.સૈયદ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો જેસર પોલીસ સ્ટેશન વિસ્તાદરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાોન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં જેસર રાણપડા રોડ શ્યામનગર પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવાપોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.ન.૮૩૦/૨૦૧૯ ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હનુભાઇ મામૈયાભાઇ કામળીયા રહે. જેસર શ્યામનગર જી.ભાવનગર વાળો ઉભો હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા હનુભાઇ મામૈયાભાઇ કામળીયા ઉવ.૩૪ રહે. શ્યામનગર જેસર મુળ વતન-કદમગીરી બોદાના નેસ તા. પાલીતાણા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે જેસ પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુર.ન. ૮૩૦/૨૦૧૯ પ્રોહી કલમ-૬૫ અ.ઇ. વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય મહુવા પોલીસ સ્ટેશન ને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈય તથા કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.