રાણપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૦ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

594

સમગ્ર દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૦ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળ રાણપુર શહેર તથા રાણપુર તાલુકા દ્વારા કુંભારવાડા માં આવેલ નારેચણીયા હનુમાનજી વાડી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૦ મી જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાજર રહેલ લોકો દ્રારા શિવાજી મહારાજનું પુજન,ફુલહાર તેમજ છત્રપતિ શિવાજી મહારાજનો જયઘોષ સાથે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રવિભાઈ અમદાવાદી દ્રારા છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન વિશે વાત કરવામાં આવી હતી.તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ CAA ના સમર્થનમાં વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાણપુર ના પુર્વ સરપંચ જીવાભાઈ રબારી,રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન કિશોરભાઈ ધાંધલ,જગદીશભાઈ વકીલ,ડો.ધરાબેન ત્રિવેદી,કનકબેન સાપરા,રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,સંજયભાઈ ગદાણી,શિવસેના ના અજયભાઈ પરમાર સહીત રાણપુર તેમજ રાણપુર તાલુકાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

તસવીર – વિપુલ લુહાર,રાણપુર

Previous articleપ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleગઢડામાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારી પૂરજોશમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંતો-હરિભક્તો દ્વારા ઘેલા નદીની સફાઈ