ભાવનગર જીલ્લાનો કુખ્યાત ધરફોડ ચોર અને ચોરીના ૩ ગુન્હા તથા ગેંગ કેસના ૧ ગુન્હામાં વોન્ટેડ આરોપી અમીન રાવમાને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

605

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
? જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર જીલ્લાનો કુખ્યાત ઘરફોડ ચોર અને ચોરીના અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ અને નિલમબાગ પોલીસ સ્ટેશનની ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગેંગ કેસમાં વોંન્ટેડ આરોપી અમીન દિલાવરભાઇ રાઉમા/સંઘી ઉ.વ.૩૦ રહેવાસી મફતનગર પ્રભુદાસતળાવ હવા મસ્જીદની બાજુમાં ભાવનગર વાળાને રેલ્વે સ્ટેશન રોડ, યાત્રી હોટલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
? આ કામગીરીમાં એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleગઢડામાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારી પૂરજોશમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંતો-હરિભક્તો દ્વારા ઘેલા નદીની સફાઈ
Next articleભાવનગર નેકનામદાર અ.સૌ શ્રી મહારાણી સંયુકતાકુમારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને નંદકુવરબા મહિલા ક્ષત્રિય કન્યા વિદ્યાલય શિબિર ની પુર્ણાહુતી માલપર ગામે યોજાય