બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ભાવનગર ખાતે બન્ને વકિલ મંડળના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યુ હતું. ભાવનગર ખાતે ૭૬ ટકા મતદાન થયું હતું.
ભાવનગર કોર્ટ સંકુલ ખાતે હાથ ધરવામાં આવેલ મતદાન પ્રક્રિયામાં શહેરના બન્ને વકિલ મંડળના નોંધાયેલ ૧૦૩૪ સભ્યો પૈકી ૭૮૯ સભ્યોએ મતદાન કરતા ૭૬ ટકા જેટલું મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાવનગરના અનિરૂધ્ધસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રભાઈ ડાભીએ ઉમેદવારી નોંધાવી હોય, સભ્યોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરી અમદાવાદ રવાના કરવામાં આવી હતી. આગામી ૭મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.