મહુવામાં મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજ દ્વારા જશને ૧૦ મો સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમાં ૧૧૧ દુલ્હા- દુલ્હન નિકાહ ના ગ્રંથી જોડાયા*

867
મહુવામાં મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજ દ્વારા જશને ૧૦ મો સમુહ લગ્ન સમારોહ તા. ૨૩/૨/૨૦ને રવિવારે ના રોજ  બસ સ્ટેશન રોડ ફાતેમા સોસાયટી સામેના વિશાળ ગ્રાઉન્ડ ખાતે યોજાયો જેમા સૌ પ્રથમ વખત ઘાંચી સમાજ દ્વારા ૧૧૧  દીકરા દિકરી ના  નિકાહ ના ગંથી જોડાયા. આ સમુહ લગ્ન ની શરુઆત મોલાના કારી હનીફ સાહેબે  કુર્આને પાકની તિલાવતી કરી હતી.
દુલ્હા દુલ્હનને   દુવાઓ આર્શીવાદ આપવા   મોલાના કારી હનીફ સાહબ, અબ્દુલ રશીદ સાહબ, શોકત સાહબ, હાકમ સાહબ, કય્યુમ સાહબ સહીત મોલાના તેમજ ઘાંચી સમાજ ના પ્રમુખ હાજી ઈસાભાઇ કાળવત અને રાજકીય મહાનુભાવો રાજ મહેતા, બાબુ જેઠવા, વિજય બારૈયા, બચુભાઈ પટેલ, નિતીન દવે, હુસેનભાઇ તેમજ ના હાજર રહીને  દુલ્હા દુલ્હનને આર્શીવાદ  પાઠવ્યાં હતાં.  ઘાંચી સમાજ દ્વારા સમુહ લગ્ન સમારોહ દરમિયાન સમાજ ની   વિદ્યાર્થીની રહેમત અગવાન દ્વારા એજ્યુકેશન ને લગતું માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું  અને પ્રમુખ રહેમત બહેને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઘાંચી સમાજ તેમજ સમુહ લગ્ન કમીટી દ્વારા એજયુકેશન પર ભાર મુકવામાં આવ્યો અને સમાજ ને  સાચી રાહ પર લાવવા ભાર મુકાયો.
 સમુહ લગ્ન સમારોહ ને સફળ બનાવવા માટે   મહુવા ઘાંચી સમાજ  તેમજ સમુહ લગ્ન કમીટી દ્વારા ના ભારે જહેમત ઉઠાવી હતી.
તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી.. 8013786111
Previous articleઅંધ અભ્યુદય મંડળનું ૬૧મું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન ૫૦૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ સભ્યોની હાજરીમાં વિવિધ ઠરાવો પસાર થયા
Next articleભાગ્યશ્રી ફરીવખત એન્ટ્રી કરશે : ત્રણ ફિલ્મો હાથમાં