ભાવનગર મહાનગર પાલિકા સ્ટે.કમિટી બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કમિ.કોઠારી વિગેરે હાજર રહેલ.
મળેલી સ્ટેન્ડીગ કમિટી બેઠકમાં એજન્ડા પરના તમામ વહિવટી તુમારો ચર્ચા વિચારણાના અંતે પાસ કરેલ. મળેલ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી છ જેટલા વધુ ઠરાવો પણ પાસ કરી દેવાયા હતા. મળેલ બેઠકમાં શહેરના રોડ રસ્તાના કામો નબળા થયાની ગંભીર ફરીયાદો ડી.ડી.ગોહેલ અને ભારતિબેન બારૈયાએ કરી હતી. આ ઉપરાંત હરેશ મકવાણાએ કુંભારવાડા, જવાહરનગર ફાટક પાસેનો રૂા.૭ કરોડ ઉપરાંતના ખર્ચનો રેલ્વે અન્ડર બ્રિજની કામગીરી કયાં સુધી પહોંચી તેના એક પછી એક પ્રશ્નો પુછીને તંત્રને આડે હાથ લીધુ હતુ.
તેમણે ૭ કરોડનો આ અન્ડર બ્રિજ છેલ્લા એક વર્ષથી થવાની વાત છે પરંતુ હજી સુધી આ બ્રિજનો ડીપીઆર પણ તૈયાર ન થયાની વાત થવા પામેલ. જયારે ભારતિબેન બારૈયાએ પણ નબળા રોડ અંગેનો આક્રોસ વ્યકત કર્યો હતો.
અધ્યક્ષ સ્થાનેથી પાસ થયેલા કેટલાંક ઠરાવોમાં શિક્ષણ સમિતિનો રૂા.૬ લાખના ખર્ચને બહાલી દેવાય હતી. જમીન મહેસુલ બીનખેતી રૂા.૧૯ લાખની ગ્રાન્ટ મળી છે તેના વિકાસ કામોની બાબત તથા નવી લાઈન વિગેરે ઠરાવો પણ સર્વાનુમતે પાસ થવા પામેલ.
નવાઈ પમાડે તેવી બાબત એ છે કે, રોડ રસ્તાઓ નબળા થયાની જોરદાર રજુઆત કરતા ખુદ ચેરમેન અને તંત્ર ચોકીં ઉઠયું હતુ.