રૂ.૧ર લાખની રોકડ, બે-કાર તેમજ આઈફોન સહિત ૩૦ લાખનો મુદ્દામાલ સાથે ૩ ઝડપાયા મુખ્ય સુત્રધાર કલ્પેશ સહિત બે આરોપીઓ ફરાર ઈન્ચાર્જ એસ.પી. સૈયદ તથા ડીવાયએસ.પી. ઠાકર સહિતે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો
શહેરના વાઘાવાડી રોડ પર આવેલ તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઈ જાધવાણીનું અપહરણ કરી અજાણ્યા શખ્સો ર૦ કલાક સુધી ગોંધી રાખી, ટોર્ચર કરી, સિદસર સ્મશાન ખાતે ચીતામાં સુવરાવી સળગાવાનો પ્રયત્ન કર્યા બાદ રૂ.પ૦ લાખ રોકડા તથા પ૦ લાખના સોનાના દાગીના મળી રૂ.૧ કરોડની ખંડણી વસુલ કરી છોડી મુકેલ આ અંગેની તાજેતરમાં ફરીયાદ નોંધાયા બાદ મંત્રી વિભાવરીબેનની ભલામણ અને પોલીસ દ્વારા એસ.આઈ.ટી. (સીટ)ની રચના કર્યા બાદ ૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.૧ર લાખની રોકડ, ર કાર તેમજ બે આઈફોન સહિત રૂ.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે મુખ્ય સુત્રધાર ગણાતા એવા કલ્પેશ સહિત બે શખ્સો હજુ ફરાર છે તેમ આજે પત્રકાર પરિષદમાં ઈન્ચાર્જ એસ.પી. સૈયદ તથા સીટી ડીવાય.એસ.પી. મનિષ ઠાકરે જણાવ્યુ હતુ.ગત તા.૨૯-૧-૨૦૨૦ના રોજ સાંજના સાડા ચાર વાગ્યા સુમારે વાઘાવાડી રોડ પર આવેલ તનિષ્ક સોનાના શો રૂમમાં મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઈ ચન્નુલાલ જાધવાણી રહે. ભાંગલીગેટ બાજુમાં હિલડ્રાઈવ પ્રારબ્ધ રેસીડેન્સી ફલેટ નં.૧૦૧ ભાવનગર વાળાને તેના રહેણાક મકાન પાસેથી ચાર ઈસમોએ અપહરણ કરી ૫૦ લાખ રોકડ તથા ૫૦ લાખના સોનાના દાગીના મળી એક કરોડની ખંડણી લીધેલ અને જે તે સમયે આ કામના ભગો બનનાર ફરીયાદીએ બીકના કારણે પોતાની ફરિયાદ જાહેર કરેલ નહી અને બાદમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૪-૨-૨૦૨૦ના રોજ ફરિયાદ નોંધાવામાં આવેલ જે અંગે મંત્રી વિભાવરીબેન પણ ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા ભલામણ કરેલ. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લી ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી. અશોક કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર ઈન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક એ.એમ. સૈયદ તથા ભાવનગર સીટી નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ. ઠાકરને ભાવનગર શહેરમાં બનેલ અપહરણ તથા ખંડણીના બનાવને ગંભીરતા લઈ આરોપીઓ પકડી લેવા તથા ગુન્હામાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા સખ્ત સુચના આપી તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એ. ઠાકર ભાવનગર પેટા વિભાગ પોલીસ ઈન્સ. એલ.સી.બી. પોલીસ ઈન્સ. તથા સ્થાનીક પોલીસના ચુનંદા સ્ટાફનો સમાવેશ કરવામાં આવેલ. આ કામે ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ઉપરોક્ત સીટના અધિકારી તથા સ્ટાફ દ્વારા બાતમીદારોની તથા ટેકનીકલ મદદથી ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતા આ કામે રોહિત માસા કોતર રહે. કુંભારવાડા ગોકુળનગર યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પટલ પાસે મફતનગર ભાવનગર, શક્તસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પટલ પાસે મફતનગર ભાવનગર, કલ્પેશ નાથા કોતર રહે. સીદસર ભાવનગર તથા એક અજાણ્યા ઈસમની અટકાયત કરી ગણતરીના સમયમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ.
આ કામે ઉપરોક્ત આરોપીઓએ ગુન્હાની કબુલાત કરતા તેઓ પાસેથી રોકડ રકમ રૂ.૧૨,૧૦,૦૦૦ આઈ ટવેન્ટી કાર ફોર વ્હીકલ કિ રૂ. ૬,૦૦,૦૦૦ હુન્ડાઈ કેટા કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ એપ્લ ફોન નંગ -૦૨ કિ.રૂ.૧,૮૦,૦૦૦ વિગેરેનો મુદ્દામાલ તપાસના કામે હસ્તગત કરવામાં આવેલ. આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સખ્તમાં સજા મળે તે માટે સ્પે. પબ્લીક પ્રોસીક્યુટરની નિમણુંક કરવા તજવીજ કરવામાં આવેલ છે.