ધોલેરા રોડ પર બાવળની કાંટમાં ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતા બે શખ્સ ઝડપાયા

899
bvn2932018-12.jpg

ભાવનગર-ધોલેરા રોડ પર આવેલ એપેક્ષ હોટલ પાસે અવાવરૂ જગ્યામાં બાવળની કાંટ આડે ઈંગ્લીશ દારૂનું કટીંગ થતું હોવાની પૂર્વ બાતમી આધારે આર.આર. સેલની ટીમે રેડ કરી ઈંગ્લીશ દારૂ ભરેલા બે ટ્રક સાથે બે રાજસ્થાનના બુટલેગરોને ઝડપી લીધા હતા.
આઈજીપીની સુચના અનુસાર ભાવનગર રેન્જમાં થતી દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા ઈ.ચા. પો.સ.ઈ. બી.એસ. મકવાણાને સુચના આપતા ભાવનગર વેળાવદર ભાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઈ.ચા. પો.સ.ઈ. બી.એસ. મકવાણાને બાતમી રાહે હકીકત મળેલ કે, ધોલેરા રોડ એપેક્ષ હોટલ પાસે બાવળની અવાવરૂ જગ્યામાં એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોય જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ આવતા જગ્યાએ એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં જોતા વિદેશી દારૂ ર૧૩ પેટી મળી આવતા કિ.રૂા.૭,૬૬,૦૦૦ તથા બન્ને ટ્રકની કિ.રૂા.૧૮,૦૦,૦૦૦ મળી કુલ રૂા.રપ,૬૬,૦૦૦નો મુદ્દામાલ તથા બન્ને આરોપી ગોદીલાલ ડાંગી અને પ્રકાશ રાતનલાલ ડાંગી રે.રાજસ્થાનવાળાને પકડી લઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ વેળાવદર ભાલ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવવા તજવીજ કરી આગળની તપાસ પોલીસ મહાનિરીક્ષકના રીડર પો.ઈન્સ. જે.એમ. જાડેજાને સોંપવામાં આવેલ છે.

Previous articleમ્યુ.સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વહિવટી તંત્રના પાસ કરેલા વિવિધ ઠરાવો
Next articleમહાવીર જયંતિ પૂર્વે વાહન રેલી