ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનોના મેગા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ઘોઘા તાલુકાની ૨૨૯ જેટલી સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવેલ. જેમાં ૧૪૫ ટોટલ લેબોરેટરી ANC પ્રોફાઈલ, ૫૦૦ લેબોરેટરી ટેસ્ટ, ૨૨૭ પ્રોટીન પાઉડર ડબ્બા, ૯૨ સોનોગ્રાફી નિશુલ્ક કરવામાં આવેલ. દરેક સગર્ભા બહેનોની તપાસણી નિદાન સારવાર બે ગાયનેકોલોજિસ્ટ ડો. હિતેશ ચૌહાણ તથા ડો. જાગૃતિ રમણા તેમજ ડો. અભિષેક બારોટ, ડો. સુફિયાન લાખાણી, ડો. સુનિલ પટેલ અને અન્ય ૮ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલ. ૬૦ સગર્ભા બહેનોના ફ્રી થેલેસેમિયા ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કરવામાં આવેલ. ૧૦૮ GVK EMRI તથા ખિલખિલાટ વાહનો/એમ્બ્યુલન્સ દ્વારા દરેક સગર્ભા બહેનોને લાવવા લઈ જવાની સુવીધા નિશુલ્ક આપવામાં આવેલ. ઉપરોક્ત કેમ્પમાં મોરચંદ, છાયા, પડવા, કરેડા, બાડી, કુડા, ભુંભલી, ભૂતેશ્વર, થોરડી, નવા રતનપર, જુના રતનપર, પીથલપુર, ઘોઘા જેવા આજુબાજુના ૨૨ જેટલા ગામોની સગર્ભા બહેનોએ લાભ લીધેલ. ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા માટે ૧૦૮ GVK EMRI/PC PATEL COMPANY બાડી, સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા અને તાલુકા હેલ્થ ઓફિસ ઘોઘાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ. ઉપરોક્ત કેમ્પનું ઉદઘાટન શ્રી સંજયસિંહ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘોઘા તથા સરપંચશ્રી ઘોઘા દ્વારા કરવામાં આવેલ.
વિરેન્દ્રસિંહ પરમાર