સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા-ગઢડા જિ.બોટાદ ખાતે સંસ્થાના વ્યસન મુક્તિ અભિયાન અન્વયે “શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ –મહેસાણા” ના ઉપક્રમે વ્યસન મુક્તિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. “શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ –મહેસાણા” ની ટીમ દ્વારા સંસ્થામાં તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓને વ્યસનમુક્તિ અંગે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વ્યસનથી શારીરિક,માનસિક, સામાજિક અને આર્થિક રીતે કેટલું નુકસાન કારક છે તેમજ વ્યસનથી કઈ રીતે છુટકારો મેળવવો અને આજુબાજુના વ્યસનોથી કઇ રીતે બચવું તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વ્યસનમુક્તિ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો .અને તાલીમાર્થીઓના તદુરસ્ત જીવન માટે આવા ઉપયોગી સેમિનાર ભવિષ્યમાં થતાં રહે તેવું સંસ્થાના આચાર્યશ્રીએ જણવેલું હતું.