ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધ્માં પાસ દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો વિરૂધ્ધમાં પગલા લેવા સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ ભાવનગર ખેડુતવાસ મેલડી માતાજીની ઘાર પાસે રહેતા અને મારા મારીના ગુન્હાઓમાં સંડોવાયે ઇસમ સુરેશ ઉર્ફે કાથાળી જયંતીભાઇ વાઘેલા રહે. ભાવનગર ખેડુતવાસ મેલડી માતાજીની ઘાર પાસે વાળા વિરૂધ્ધકમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હાઓ નોઘાયેલ અને તે ગુન્હામાં મજકરુ ઇસમને પકડવામાં આવેલ તે સાઘનીક ગુન્હાઓના કાગળો તૈયાર કરી ભાવનગર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી તરફ મોકલી આપવામાં આવેલ તે દરખાસ્ત વંચાણે લઇ મજકુર ઇસમની અસામાજીક પ્રવૃતી ધ્યાને લઇ ભાવનગરના સબ ડિવિઝનલ મેજી. શ્રી.ડી.એન.ચૈાઘરી સાહેબે મજકુર ઇસમને ભાવ નગર, અમરેલી,બોટાદ, તથા અમદાવાદ (ગ્રામ્ય તથા શહેર) જીલ્લા માંથી એક વર્ષની મુદત માટે તડીપાર કરવા હુકમ જારી કરેલ હતો.
આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહરેમાં પેટ્રોલીંગમાં હતી તે બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.શ્રી ભાવનગરના હદપારી હુકમ વાળો ઇસમ સુરેશ ઉર્ફે કાથાળી જયંતીભાઇ વાઘેલા રહે. ભાવનગર ખેડુતવાસ મેલડી માતાજીની ઘાર પાસે વાળા ખેડુતવાસમાં મેલડી માતાજીના મંદિર પાસે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર જઇ ખાત્રી કરતા મજકુર સુરેશ ઉર્ફે કાથાળી જયંતીભાઇ વાઘેલા રહે. ભાવનગર ખેડુતવાસ મેલડી માતાજીની ઘાર પાસે વાળો હાજર મળી આવતા મજકુરને એલ.સી.બી. કચેરી ખાતે લાવી હદપારી હુકમનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધમાં બી.પી.એકટ-૧૪૨ મુજબની ફરીયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેરશનમાં નોઘાવેલ છે. મજકુર આરોપીની પુછપરછ કરતા તેના વિધ્ધમાં પ્રોહીના કેસમાં અટક કરવાનો બાકી હોય મજકુરને તે ગુન્હામાં ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ, તથા ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.