મત્સ્યોધોગ લાંબા સમય સુધી જીવંત રહે તે માટે નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ (એન.એફ.ડી.બી)ના સહયોગથી નેટફીશ, એમ.પી.ઈ.ડી.એ. અને શ્રી બી.એ.યાદવ ફાઉન્ડેશન દ્રારા આજે વેરાવળના સમુદ્રમાં ટ્રોલ બોટમાં જઈ ૪૦ એમ.એમ.ચોરસ કણની કોડેન વાપરવા માટે માછીમારોને તાલીમ આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સ્ટ્રેટ કોડિનેટરશ્રી જીજ્ઞેશભાઈ વિસાવડીયાએ માછીમારોને નાની માછલી ન પકડવા માટે ખાસ જણાવતા કહ્યું હતું. ટ્રોલ ફિશીંગ બોટમાં નાની ડાયમંડ કણની કોડેન વાપરવામાં આવતા તેમા મોટા ભાગની નાની માછલીઓનો શિકાર થઈ જાય છે. મોટા પ્રમાણમાં માછલીઓ જન્મતાની સાથે આ નાની ડાયમંડ કણની કોટેનમાં ફસાઈ જવાના કારણે તેનો શિકાર થાય છે. કોઈપણ રીતે ઉપયોગી નથી એવા ખુબ જ મોટા પ્રમાણમાં બિન જરૂરી માછલીઓ અને તેના બચ્ચાઓનો નાશ થાય છે. ચોરસ કણની જાળ વાપરવાથી નાની માછલીઓ તેમજ બચ્ચા ખુબજ સહેલાઈથી વધારે શક્તિ અને શ્રમ કર્યાવગર જાળ માંથી છટકી જાય છે જે ખુબ જ મહત્વનું છે જેમ કે નાની માછલીઓ છટકવાનો પ્રયત્ન કરે ત્યારે તેની તરવાની ઝડપ અને શક્તિ ખુબ જ ઓછી હોય છે. હંમેશા માન્યતા પ્રાપ્ત કણવાળી ૪૦ એમ.એમ. ચોરસ કણની જાળ માછલી પકડવા માટે વાપરવી જોઈએ જેના પરિણામે બચ્ચા માછલીનો બચાવ થાય છે. બચ્ચા માછીમારી થતી અટકાવવાની ખાસ જરૂરીયાત છે.
તેઓશ્રીએ લાઈવ ડેમોસ્ટ્રેશન કરી માછીમારોને વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતું કે, માછીમારો જ્યારે ડાયમંડ કણની કોડેન વાપરે છે જ્યારે તેની સામે જો ૪૦ એમ.એમ.ની ચોરસ કોડેન વાપરવામા આવે તો માત્ર બે પાંચ ટકાનો ફરક પડે છે. ચોરસ કણની કોડેન વાપરવામાં આવે તો નાની માછલીઓને નવ જીવન મળે છે. આજે મુક્ત કરેલી નાની માછલીઓ એ માછીમારોની આવતી કાલની સંપતિ છે. બચ્ચા માછલીઓનો બચાવ થવાના કારણે ભવિષ્યમાં મત્સ્યોધોગ વ્યવસાય ટકી રહેશે. એન.જી.ઓ.શ્રી.બી.એ.યાદવ ફાઉન્ડેશનના અધ્યક્ષશ્રી કાનજીભાઈ યાદવે પણ માછીમારોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, વેરાવળ બંદર માંથી દરવર્ષ કરોડો રૂપિયાની માછલીઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. બંદર તેમજ બોટમાં સ્વચ્છતા રાખી માછલીઓ પકવામાં આવે અને ચોખા બરફમાં તેનો સગ્રંહ કરવામાં આવે તો માછલીની ગુણવત્તા ખુબ સારી રીતે જળવાઈ રહે છે. અને દરિયામાં કોઈપણ સંજોગોમાં કચરો કે પ્લાસ્ટીક ન ફેકવો અને તેનો બોટ માંજ સંગ્રહ કરી બંદરમાં આવ્યા બાદ તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. ઉપરાંત ફિશીંગ દરમ્યાન દરિયા માંથી આવતો કચરો કે પ્લાસ્ટીકને દરિયામાં ફેકવો જોઈએ નહિ. એન દરિયાઈ પ્રદુષણ અટકાવવામાં તમામ માછીમારોએ સહયોગ આપવાની ખાસ જરૂરીયાત છે. તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ગોહેલે કર્યું હતું.