બિપાશા બાસુ ફિલ્મોની નવી ઇનિગ્સ શરૂ કરવા ઇચ્છુક છે

772

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુ બોલિવુડ ફિલ્મોમાં નવી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. તેને ટીવી સિરિયલ અને ફિલ્મો હાંસલ કરવાના પ્રયાસોમાં નજીકના લોકો મદદ કરી રહ્યા છે. જો કે હવે તેને ફિલ્મમાં કોઇ લીડ રોલવાળી ફિલ્મો મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે નવી નવી અભિનેત્રી મેદાનમાં આવી રહી છે. જો કે તેને નવી ફિલ્મોનીઓફર હજુ આવી રહી નથી. તે હવે લીડ રોલમાં કામ કરવા માટે આશાવાદી નથી પરંતુ બોલિવુડમાં સક્રિય રહીને વધુને વધુ ફિલ્મો કરવા ઇચ્છુક છે. લગ્ન કર્યા બાદ તે થોડાક સમય ફિલ્મોથી દુર રહી છે. તેનુ કહેવુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે. પતિ બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટિક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે. કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થિતી રહેલી છે.
લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જો કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે. લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે .ે તેમની પાસે ડેટને લઇને તકલીફ જોવા મળી રહી છે.

Previous articleઆસીમ રિયાઝે તેનું સુલતાની અખાડા મેડલ તોઆભની સ્થાપક સંગીતા ભાટિયાને અર્પણ કર્યું /હતું.
Next articleફિલ્મો ન મળતા હુમા કુરેશી નિર્માણના ક્ષેત્રમાં ઝંપલાવશે