પોકેટ કોપ એપ.ની મદદથી મોટર સાયકલ ચોરીના આરોપીને ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજી

664

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકએ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ બોરતળાવ કુમુદવાડીના નાકેથી આરોપી રમેશભાઇ કુંવરજીભાઇ યાદવ ઉ.વ.૩૮ રહેવાસી ફુલસર કર્મચારીનગર, ઠાકર દ્રારા પાસે સરકારી સ્કુલ પાસે ભાવનગર વાળાને એક શંકાસ્પદ કાગળ વિનાના ટુટેલી નંબર પ્લેટ સાથેના હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ RTO રજીસ્ટ્રેશન નંબર GJ-04-AE-3858 સાથે ઉભો રાખી મો.સા.ના માલીકી બાબતે પુછતા યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપતા મો.સા. નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં માલીકી પણાની ખરાઇ કરતા અન્યના નામે મો.સા. રજીસ્ટર હોય જે બાબતે મજકુર યોગ્ય ખુલાસો નહી કરતા મો.સા.ની. કિ.રૂ।. ૧૫૦૦૦/- ગણી કબ્જે કરેલ અને મજકુરની અટકાયત કરી રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ મો.સા. ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી બાબતે ફરિયાદ થયેલ છે. મજકુર આરોપીનો ગુનાહીત ઇતિહાસ પોકેટ કોપ એપ.માં તપાસતા મજકુર આરોપી અગાઉ ચોરી, કેફી પીણુ પીવાના, અડચણ રૂપ વાહનો રાખવાના મળી કુલ-૫ ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે. મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી બોઅરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 380મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
Next articleઇલિયાના બિગબુલ ફિલ્મને લઇને ભારે આશાવાદી બની