તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના મુખ્ય સુત્રઘાર કલ્પેશ ઉર્ફે કપો આહિરને પકડી લેતી ભાવનગર પોલીસ

803

આ કામે હકિકત એવી બનેલ છે. કે ગઇતા. ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વાઘાવાડી રોડ ઉપર આવેલ તનિષ્ક સોનાના શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઇ ચત્રુલાલ જોઘવાણી રહે. ભાંગલી ગેટ બાજુમાં હિલડ્રાઇવ પ્રારબ્ઘ રેસીડેન્સી ફલેટ નં-૧૦૧ ભાવનગર વાળાને તેના રહેણાક મકાન પાસેથી ચાર ઇસમોએ અપહરણ કરી ૫૦ લાખ રોકડ તથા ૫૦ લાખના સોનાના દાગીના મળી એક કરોડની ખંડણી લીઘેલ અને જેતે સમયે આ કામના ભોગબનનાર ફરીયાદીએ બીકના કારણે પોતાની ફરીયાદ જાહેર કરેલ નહી અને બાદમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૨/૨૦૨૦ના રોજ ફરીયાદ નોઘવામાં આવેલ

આ ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી. અશોક કુમાર IPS નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ ને સુચના આપી તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ જે ટીમ દ્રારા વધુ બે આરોપીઓ (૧) નરેશભાઇ નાથાભાઇ કોતર/આહિર રહે. સીદસર ભાવનગર તથા નં.(૨) હસમુખભાઇ ધીરૂભાઇ ચાડ/આહિર રહે.આદર્શ રેસીડન્સી, ટોપ-૩ સર્કલ પાસે, ભાવનગર મુળ ગામ કમળેજ તા.જી ભાવ નગર વાળાઓના નામ ખુલતા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ. તપાસ દરમ્યાન આરોપીઓ હિંમતનગર તરફ હોવાની ખાનગીરાહે હકીકત મળતા મજકુર આરોપીઓને પકડી લાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.અને સોનાના દાગીના હુંન્ડાઇ કાર મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ કિ.રૂ. ૨૧,૧૧,૫૦૦/- નો મુદામાલ તપાસના કામે કબ્જે કરવમાં આવેલ અને બાકી રહેતા સહ આોરોપી કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઇ કોતર તથા આ ગુન્હાનો બાકી રહેતો મુદામાલ અંગે સઘન પુછપરછ હાથ ઘરેલ અને આરોપી નરેશ નાથાભાઇ કોતરની પુછપરછ દરમ્યાન આ ગુન્હાનો બીજો મુદામાલ સોનાના દાગીના ના બોક્ષ નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- ના બોળતળાવ સીદરસર રોડ ઉપર આવેલ ગોપીનાથ ફાર્મ હાઉસની બાજુમાં બાવળની કાંટ માંથી આરોપીએ આગળ ચાલી મુદામાલ કાઢી આપી રજુ કરતા તપાસના કામે કબ્જે કરવમાં આવેલ
બાદ મજકુર આરોપીઓની પોલીસ તપાસમાં વઘુ જરૂરત હોય વિગવારના દિન-૧૪ના રીમાન્ડ રીર્પોટ સાથે નામદાર કોર્ટ ભાવનગર ખાતે રજુ કરતા સરકારી વકિલ શ્રી હેતલબેન રાજયગુરૂની રજુઆત ધ્યાને લઇ નામદાર કોર્ટે બંન્ને આરોપીના તા.૦૬/૦૩/૨૦૨૦ સુઘીના પોલીસ કસ્ટડીની રીમાન્ડ ઉપર સોપેલ છે.અને વઘુ તપાસ હાથ ઘરેલ છે.
આ કામે રીમાન્ડ ઉપરના તમામ આરોપીઓની સઘન પુછ પરછ કરતા આ ગુન્હાનો મુખ્ય આરોપી કલ્પશે ઉર્ફે કપો નાથાભાઇ કોતર રાજસ્થાન તરફ નાસી ગયેલ હોવાની હકિકત જણાવતા મજુકર આરોપીને પકડી લેવા માટે એલ.સી.બી./એસ.ઓ.જી.ની બે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન તરફ તપાસમાં મોકલી આપવામાં આવેલ અને મજકુર કલ્પેશ ઉર્ફે કપો રાજસ્થાન માંથી મળી આવતા તેને ભાવનગર એલ.સી.બી. કચેરી ખાતે રજુ કરતા મજકુરની આ ગુન્હામાં ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે.અને વઘુ પુછપરછ હાથ ઘરવામાં આવેલ છે. કલ્પેશ ઉર્ફે કપો નાથભાઇ કોતર/આહિર ઉવ.૨૧ રહે. સીદસર મેઘાનગર ભાવનગર વાળાને ઘોરણસર અટકાયત કરી તપાસની સઘન પુછપરછ હાથ ઘરવામાં આવેલ છે.

Previous articleરાષ્ટ્રીય અંધજન મંડળ – ભાવનગર જિલ્લા શાખા તથારાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્ડેશન – કલકતાનાં સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો ત્રિ-દિવસીય વર્કશોપનો પ્રારંભ…
Next articleભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનો દ્રારા શહીદ વીર ગંભીરસિંહ કાશેલાના પરિવારને રૂ। 1,52,201/- નો આર્થિક સહયોગ