તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના નવયુવાન ગંભીરસિંહ કાશેલા ભારતીય સેનામાં ફરજ બજાવતા માં ભોમની રક્ષા કાજે શહીદ થયા. વીર શહીદની શહાદત અમૂલ્ય છે, તેની કોઈ કિંમત ના આંકી શકાય.
તેમ છતા આપણા દેશની આંતરિક સુરક્ષા જેના શિરે છે તેવા ગુજરાત પોલિસ વિભાગના ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ જવાનો દ્રારા શહીદ વીર ગંભીરસિંહ કાશેલાના પરિવારને તેમના પર આવી પડેલા દુ:ખમાં ભાગીદાર બની રૂપિયા 1,52,201/- જેવી માતબર રકમનો આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે.
પોલિસ પરિવારનું સૂત્ર છે કે “May I Help You ?” ભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનોએ ખરેખર આ સૂત્રને સાર્થક કરી વીર શહીદ ગંભીરસિંહ કાશેલાને અંજલિ અર્પિત કરી છે ત્યારે રાજપૂત સમાજના પોલિસ જવાનોને સો સો સલામ.
સમગ્ર કાર્યમા ભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનોનુ સંકલન શ્રી અજીતસિંહ મોરી, ડી.કે ચૌહાણ, જયદેવસિંહ ભંડારી, ભરતસિંહ ડોડીયા, ગોવિંદસિંહ પરમાર વગેરેએ કરેલ અને તેમના પરિવારને એક લાખ બાવન હજાર બસો એક રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે.