ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે ગત રાત્રીના આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો બોટાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે બોટાદ ટાઉન પોલીસે બોટાદ, તાબેના લાઠીદડ ગામે સાળંગપુર રોડ, ગોપીનાથ રેતી ધોવાના પ્લાન્ટ ખાતે રેઇડ કરીને ઓસ્ટ્રેલીયા-સાઉથ આફ્રીકાની વનડે મેચમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઇસમો
(૧) રાજેશભાઇ ઉર્ફે બુલેટ જીવરાજભાઇ ખંભાળીયા ઉ.વ.૩૯
(૨) સંજયભાઇ મુળજીભાઇ ખંભાળીયા ઉ.વ.૩૫ રહેવાસી-બન્ને લાઠીદડ ગામ, તા.જી. બોટાદ વાળાને રોકડ રૂપિયા રૂ|.૫૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ તથા મો.સા.-૧ મળી કુલ રૂપિયા ૮૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે અને બન્ને ઇસમો તથા જેઓની પાસે કપાત લેતા હતા તે બુકી (૧) નયનભાઇ મુળજીભાઇ ખંભાળીયા (૨) ભરતભાઇ ઉર્ફે જખર કેશવજીભાઇ ખંભાળીયા (૩) કાનાભાઇ ઉર્ફે કાનો કોળી રહેવાસી-ત્રણેય લાઠીદડ (૪) મદારસંગભાઇ રજપુત રહેવાસી-બોટાદ વાળાઓ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર ની સુચનાથી સ્ટાફના હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ તથા બોટાદ ટાઉન પો.સ્ટે.ના પી.એસ.આઇ.એલ.એન. વાઢીયા તથા પો.કોન્સ. કિરીટભાઇ મકવાણા તથા કુલદીપસિંહ વિગેરે જોડાયા હતા.