ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે ભાદરા ગામે પ્લોટ વિસ્તારમાં ફરીદાબેનના મકાનની બાજુમાં બાવળની કાંટમાં ગે.કા. રીતે અમુક માણસો બોલાવી પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે તેમજ રમાડે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી મળી કુલ -4 વ્યક્તિ જાહેરમાં પૈસા પાના વતી હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં.(૧) દેવાતભાઇ હડીયા ઉ.વ.-૫૦ ધંધો ખેતી રહે-કીકરીયા ગામ તા-મહુવા
નંબર (૨) મહેબુબભાઇ કાસમભાઇ બેલીમ ઉ.વ.-૪૧ ધંધો- ડ્રાઇવીંગ રહે-ભાદરા ગામ તા-મહુવા
.નંબર (૩)ગીરીશપરી મનસુખપરી ગૌસ્વામી ઉ.વ.-૩૦ ધંધો ખેતી/ મજુરી રહે-મોટા ખુંટવડા તા-મહુવા
નંબર (૪) ફરીદાબેન વા/ઓ મહમદભાઇ પઠાણ ઉ.વ.૩૫ ધંધો- ધરકામ રહે. ભાદરા તા.મહુવા વાળાઓને જાહેર જગ્યામાં ગે.કા.રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન ગંજી પત્તા ના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૫૧,૭૦૦/- સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ બારૈયા તથા મહુવા પો.સ્ટે.ના મહીલા પો.કોન્સ. રજુબેનએ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.