ભાવનગર શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી અને એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના વિરપુર ગામે આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ શિયાળ ઉ.વ.૩૦ રહેવાસી વિરપુર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાના રહેણાંકી મકાને રેઇડ કરી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ-૭૬૮ કિ.રૂ।. ૨,૩૦,૪૦૦/- તથા બિયર ટીન-૫૭૬ કિ.રૂ।. ૫૭૬૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨,૮૮,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો મજકુર આરોપીની પુછપરછમાં જણાવેલ કે, પોતાના ઘરે આ વિદેશી દારૂનો જથ્થો સાચવવા માટે અજય પ્રેમજીભાઇ ગોહિલ રહેવાસી વિરપુર તા. પાલીતાણા વાળો આપી ગયેલ હતો મજકુર બંન્ને સામે પ્રોહીબીશન એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. શક્તિસિંહ સરવૈયા તથા ડ્રાઇવર મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.