ગઇ તા.૧૩/૦૩/૧૮નાં રોજ અદાણી પોર્ટ, મુન્દ્દાથી શાંતિસાગર-૧૬ નામનું ડ્રેઝર ભાવનગરનાં ઘોઘા જેટીએ ડ્રેજીંગ કામ કરવા માટે પોર્ટની ડોલ્ફીન-૨૨ નામની ટગ ડ્રેઝરને ટોઇંગ કરી ઘોઘા જેટી રો-રો ફેરી સર્વિસ જવા માટે મુન્દ્રાથી ઓખા,પોરબંદર,વેરાવળ, જાફરાબાદ,પીપાવાવ, અલંગ થઇને દરિયાઇ માર્ગે તા.૧૭/૦૩ ઘોઘા જેટીએ રો-રો ફેરી સર્વિસે પહોચેલ હતું. શાંતિસાગર-૧૬ નામનાં ડ્રેઝરની મેઇન એન્ટ્રીવાળી જગ્યાએથી પોર્ટ સાઇડ બાજુ આવેલ.ત્યારે એન્જીન રૂમનો મુખ્ય દરવાજો તથા તેની સામે આવેલ એ.સી. રૂમનો દરવાજાના તાળા તુટેલ જોવામાં આવેલ.જેથી તુરત જ ડ્રેજરનાં ડેપ્યુટી જનરલ મેનેજરે રણજીત પારેકીલે ઇલેક્ટ્રીક રૂમમાંથી બહાર આવી વોશ રૂમમાં ઇલેટ્રોલક્સ કંપનીના ૨૨૦ વોલ્ટના વોશીંગ મશીન નંગ-૦૨,મેસ રૂમમાથી એક એલજી કંપનીનુ ૩૨ ઇંચનુ ટીવી તથા ખુરશી-૦૨ ની ચોરી થયેલ.જે અંગે અદાણી પોર્ટમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં ફરીયાદી રતન વુપલોરી રાધવરાવ વુપલોરી રહે.અમદાવાદવાળાએ રૂ.૧,૨૭,૦૬૦૫૩/-ની ફરીયાદ દાખલ કરાવતાં ઉપરોકત ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. બનાવ અંગે પોલીસ અધિક્ષક ભાવનગરની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા અધિક પોલીસ અધિક્ષક, મહુવાની ટીમ ઉપરોકત ચોરીનો ગુન્હો શોધી કાઢવા માટે વોચમાં હતા. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે અલંગ યાર્ડ-મણાર ગામ પાસે ઉભા હોવાની જાણ થતા બાતમીવાળી જગ્યાએ જઈનોંઘાભાઇ રાણાભાઇ ઓઘડભાઇ સોલંકી, અજય ઉર્ફે ડેંડુ વિક્રમભાઇ લાખાભાઇ ચૌહાણ, નાગજીભાઇ ભીમાભાઇ મેઘાભાઇ બારૈયા, મુકેશભાઇ મોહનભાઇ કાબાભાઇ બારૈયા, મુન્નો ઉર્ફે કટાર ભરતભાઇ કાળુભાઇ કંટારીયા, દિનેશભાઇ છગનભાઇ મેઘાભાઇ બારૈયા રહે.તમામ તળાજાને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ પૈકી આરોપી નં.૧ તથા પકડવાનાં બાકી આરોપી ધનાભાઇ જેમાભાઇ ભાલીયા રહે.ગોરખી તા.તળાજાવાળાએ ઉપરોકત ચોરીમાં ગયેલ સામાન અલંગ ખાડામાં વેચેલ હોવાનું જણાવતાં ચોરીમાં ગયેલ સામાન પૈકી કુલ રૂ.૭૩,૨૭,૬૩૧/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. આ ગુન્હાનાં કામે આરોપીઓની પોલીસ રીમાન્ડની માંગણી કરતાં તા.૩૧/૦૩/૨૦૧૮ સુધીનાં પોલીસ કસ્ટડીનાં રીમાન્ડ મંજુર કરવામાં આવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં શિવરાજસિંહ સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ,ધર્મેન્દ્દસિંહ સરવૈયા,જયરાજસિંહ ખુમાણ,સંજયસિંહ ઝાલા,તરૂણભાઇ નાંદવા, વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો તથા અધિક પોલીસ અધિક્ષક, મહુવાની ટીમ જોડાયા હતાં.