મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે વિશ્વ મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

672

સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે ભાવનગર ખાતે યોજાનાર છે. ભાવનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તે માટે રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેની અધ્યક્ષતામા સર્કિટ હાઉસ ભાવનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રી  એ પોલીસ બંદોબસ્ત, સેવા સમિતિ, પરિવહન વ્યવસ્થા, ડેમોસ્ટ્રેશન, સેલ્ફી ઝોન, સ્ટેજ વ્યવસ્થા વગેરે બાબતોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

તદુપરાંત રાજ્યમંત્રીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ વ્યવસ્થા મહિલાઓ જ કરે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં મેયર  મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  યુવરાજ સિંહ ગોહિલ, જિલ્લા કલેકટર  ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બરનવાલ, વાઇસ ચાન્સેલરશ્રી મહિપતસિંહ ચાવડા, ડી.વાય.એસ.પી. ઠાકર સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતમામ આઇટમ સોંગ પોતાની ઇચ્છાથી જ કર્યા છે : મલાઇકા
Next articleભાવનગરના જાણીતા ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાનો જન્મદિવસ