આડોડીયાવાસના મકાનમાંથી ઈંગ્લીશ-દેશી દારૂનો જથ્થો જબ્બે

965
bvn3032018-5.jpg

શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકી મકાનમાં પૂર્વ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટાફે રેડ કરી ઈંગ્લીશ અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ઇ/ચા પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ વાય.એમ.ચુડાસમા, પોલીસ સ્ટાફના હેડ કોન્સ ડી.આર.ચુડાસમા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, ફારૂકભાઇ મહીડા, જયદિપસિંહ જાડેજા, ચિંતનભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ ગોહિલ, ગોરધનભાઇ ખેરાળા, કાળુભાઇ ચૌહાણ, રાજેશભાઇ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન કિર્તીસિંહ રાણા તથા ખેંગારસિંહ ગોહિલની સયુકત મળેલ બાતમી આધારે આડોડીયાવાસમાં રહેતા હર્ષદભાઇ સીતારામભાઇ રાઠોડ રહે.આડોડીયાવાસ ડબલ થાંભલા પાસે ભાવનગરવાળાના રહેણાંક મકાને રેઇડ કરતા મજકુર હાજર મળી આવેલ નહિ અને તેના મકાનમાંથી પરપ્રાતીયા ઇગ્લીશ દારૂની નાની-મોટી અલગ અલગ કંપનીની બોટલો નંગ-૩૯૪ કિ.રૂા.૫૬,૬૦૦/- તથા દેશી દારૂ લીટર ૫૦૦ કિ.રૂા.૧૦,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦૦ કિ.રૂા.૨૦૦૦/- તથા પ્લાસ્ટીકના ટીપણા નંગ ૫ કિ.રૂા.૧૦૦૦/- એમ કુલ રૂ.૬૯,૬૦૦/- ના મુદામાલ મળી આવતા મજકુર વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.

Previous article મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા
Next article મોબાઈલ ટાવરો સીલ કરાતા રીલાયન્સે ૮ર લાખ વેરો ભર્યો