ભાવનગરમાં આજથી SSC અને HSC પરીક્ષાનો પ્રારંભ

1623

ભાવનગર જિલ્લામાં આજથી ssc અને hsc પરીક્ષા નો પ્રારંભ થયો છે જેને લઈ તંત્રના અને શિક્ષણ વિભાગની લાંબા સમયની આ પરીક્ષા ચાલશે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની બિલ્ડીગમાં પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ધો-૧૦ અને ૧૨માં ભાવનગર જિલ્લાના કુલ ૭૮,૮૦૧ વિઘાર્થી ૨૪૬ બિલ્ડીગમાં પરીક્ષા ગોઠવાઇ છે.

કલેકટર દ્વારા પ્રથમ દિવસે પરીક્ષાર્થી ઓને પુષ્પગુચ્છ આપી મીઠું કરાવી વિદ્યાર્થીઓનું કરાયુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ધો-૧૦માં ૧૪૩ બિલ્ડીંગના ૧૬૦૩ બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. ધો-૧૨ સા.પ્ર. માં ૨૩૭૬૧ વિઘાર્થી ૭૬ બિલ્ડીંગના ૭૫૭ બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.

આજરોજ ધોરણ 10 એસ.એસ.સી બોર્ડના પરિક્ષાર્થીઓની પરીક્ષા ઘોઘાના પરીક્ષા કેન્દ્ર ખાતે શરૂ થતી હોય દરેક પરિક્ષાર્થીઓને મોઢું મીઠું કરાવી પેન આપી ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા શુભેચ્છા પાઠવી, સાથે ઘોઘા ગ્રામપંચાયતના સરપંચ અંશારભાઈ રાઠોડ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, આચાર્ય સંજયસિંહ ગોહિલ,મેનેજીંગ ટ્રસ્ટી કિશોરસિંહ ગોહિલ,પત્રકાર હરેશભાઇ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા.

Previous articleરાજકુમારની સાથે જાન્હવી કપુર નજરે પડશે :અહેવાલ
Next articleજય ભવાની જીવદયા સેવા સિમિત ટ્રસ્ટ દ્વારા ગૌ સેવાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો