વિશ્વ ભારતી સંસ્થાન, અમદાવાદ આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદ અને ભારતીય લેખિકા સંમેલન જુહીમેલા અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક લબ્ધ પ્રતિષ્ઠિત કવયિત્રી ઉષાબેન ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લા ઓમાંથી પસંદગીના કવયિત્રીઓ ૭ માર્ચના રોજ દિલ્હી ખાતે ભાગ લેશે. આ જુહી મેળામાં ભાવનગરની કવયિત્રીઓ જિજ્ઞાબેન ત્રિવેદી અને નેહાબેન પુરોહિત મહિલા સશકિતકરણ અને નારી સુજનના વિશિષ્ટ મંચ દ્વારા ગીત, ગઝલ તથા અચ્છાંદસ વગેરેની પ્રસ્તુતિ કરી ભાવેણાનું ગૌરવ વધારશે. બંન્ને કવયિત્રીઓને વિવિધ સાહિત્ય રસિકોએ અભિનંદન તથા શુભેચ્છા પાઠવી છે.