ભાવનગરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું

1590

શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા : ભાવનગરના શિહોર, ગઢડા,સીદસર ગામ, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. ત્યારે ભાવનગરમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે, ઘઉં, ચણા અને જીરૂના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ઘઉંના ઢગલા પણ ખુલ્લા ખેતરોમાં પડ્યા છે તો પશુઓનો ચારો પણ ખેતરોમાં હોવાથી તેને પણ નુકસાન પહોંચ્યું છે. સવારે દ્વારકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. ત્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

Previous articleઘોઘા ખાતે બીઆરસી ભવનમાં પ્રમુખ સંજયસિંહ ગોહિલના અદયક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો
Next articleપાલીતાણા શહેર કોગ્રેસ માયનોરેટી ડીપાર્ટમેન્ટ દ્વારા ધોરણ 10 &12 ની પરીક્ષા આપનાર વિદ્યાથીઓ ને બોલપેન અને ગુલાબ શુભેચ્છા પાઠવી