અંબિકા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

1282
bvn3032018-13.jpg

અંબિકા પ્રાથમિક શાળા નં.૭ માં શાળા વાર્ષિકોત્સવ અને ધો.૮ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય કાર્યક્રમ તેમજ વર્ષ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.શાળાના તમામ બાળકોને પુરી, શાક, સંભારો, છાશ, રમકડાં સાથેના ભોજનનો ખર્ચ શાળાના શિક્ષિકા બહેન જસવંતીબેને આપેલ.અને મિઠાઇમા શિખંડ સમિતિના સભ્ય કલ્પેશભાઈ મણિયાર દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous article મોબાઈલ ટાવરો સીલ કરાતા રીલાયન્સે ૮ર લાખ વેરો ભર્યો
Next articleસિહોરનો કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જયલો ઝડપાયો