રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર તાલુકા પંચાયતની પાસે ઝુપડીમાંથી રાતોરાત પાકુ ચણતર કરી દુકાન બનાવતા દબાણકર્તા ને રાણપુર ગ્રામ પંચાયતે નોટીસ ફટકારી હતી તેમ છતા દુકાન બનાવી ચાલુ પણ કરી દેવામાં આવી હતી.જેને લઈ બોટાદ જીલ્લા ડી.ડી.ઓ. ને જાણ થતા તાત્કાલિક બોટાદ જીલ્લાના નાયબ ડી.ડી.ઓ.ઈકબાલભાઈ દેસાઈ રાણપુર તાલુકા પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને તલાટી તથા સરપંચ ને સાંભળ્યા બાદ દબાણકર્તા ને ગેરકાયદેસર કરેલુ દબાણ ખાલી કરવા જણાવ્યુ હતુ અને દબાણકર્તા એ લેખીત માં દબાણ દુર કરવાની લેખીતમાં ખાત્રી આપવામાં આવી હતી તે ગેરકાયદેસર દબાણ આજે તોડી પાડવામાં આવતા અન્ય ગેરકાયદેસર કરેલા દબાણકારો માં ફફડાટ ફેલાયો છે.જ્યારે રાણપુરના લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે કે અન્ય ગેરકાયદેસર દબાણો હટાવવાની જરૂર છે..