હાલના ઘોળ કળીયુગમાં માણસ ફસાઈ ગયો છે ત્યારે આ ચાલી રહેલા કળીયુગ માં પ્રામાણિકતાની જ્યોત બોટાદ જીલ્લાના રાણપુરમાં જોવા મળી છે.કુંભારવાડા માં સામાન્ય ઘર નો યુવાન અજય ઠાકરશીભાઈ બારૈયા ને દોઢ તોલાનો સોના નો ચેન મળ્યો હતો.અજય બારૈયા ને સોના નો ચેન મળતા તે ખુશ નો થયો અને જેનો ચેન ખોવાયેલ છે તે વ્યક્તીની શોધ કરી રહ્યો હતો.ત્યારે અજય બારૈયા એ આ જડેલા સોના નો ચેન ના મુળ માલિક આશિષભાઈ જયેશભાઈ વાઘેલા ને ગોતી સોનાનો ચેન મુળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.જ્યારે અજય બારૈયાની પ્રામાણિકતા જોઈ રાણપુર શહેરના લોકો અજયની પ્રસંશા કરી રહ્યા છે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર