રાણપુર:બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી.

535

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કુલ ૧૩૮૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.


આજરોજ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા બોટાદ જીલ્લાના રાણપુરમાં ધી.જન્મભૂમિ હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવેલા ધોરણ-૧૦ ના ૧૮ બ્લોકમાં ૫૧૧ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ ના ૧૨ બ્લોકમાં ૩૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.આ તકે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા તેમજ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો હાજર રહી દરેક વિદ્યાર્થીને મો મીઠુ કરાવી હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તમામ ને કુમકુમ તિલક કરી તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.જ્યારે કિનારા ગામે આવેલ ગીતાંજલિ કેમ્પસ સ્કુલ ખાતે ધોરણ-૧૦ ના ૧૫ બ્લોકમાં ૪૫૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સ્કુલના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ સ્ટાફ દ્રારા તમામ વિદ્યાર્થીઓને પુષ્પો થી વધાવી પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ શુભકામના પાઠવી હતી.જ્યારે સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે બે બ્લોકમાં ૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કુલ મળીને રાણપુરમાં ૧૩૮૧ વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા આપવાનો પ્રારંભ કર્યો હતો..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleદારૂ તથા શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમોને હદપાર કરતી પાળીયાદ પોલીસ ટીમ.
Next articleઈસ્કોન કલબનાં પાછળનાં ભાગે બોરતળાવનાં પાણીમાંથી મૃતદેહ મળ્યો