સિહોરના એક્તાનગરના ગોડાઉનમાં એસઓજી ટીમ અને સિહોર પોલીસે રેડ કરી કુલ ૧૬૦૭ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે ગુન્હાઓ મુખ્ય સુત્રધાર કુખ્યાત જયેશ ઉર્ફે જયલો મકવાણાને આજરોજ એસઓજી ટીમે ઝડપી લીધો હતો.
ગત તા.૨૫/૦૨ના રોજ શિહોર તથા એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત રીતે શિહોર એકતાનગરમાંથી એક ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૫,૭૬૦ (પેટી નંગ-૧૬૦૭) કિ.રૂ઼. ૯૩,૬૮,૪૦૦ તથા બીયર ટીન-૨૧૬ (પેટી નંગ-૦૯) કિ.રૂ઼.૨૧૬૦૦ સાથે એક આરોપી નરેશ ઉર્ફે પિન્ટુ અમરદાસ રહે. મુળ રાજસ્થાનવાળાને ઝડપી પાડેલ હતો અને આ દારૂ શિહોરના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીભાઇનો હતો અને દારૂ અશોક મારવાડીએ મોકલેલ હોવાની હકિકત ખુલવા પામેલ હતી.
આ કેસમાં વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે જયલો ઉર્ફે જયરાજ ભાણજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે. પ્લોટ નંબર ૧૩, એકતાનગર શિહોર જી. ભાવનગરવાળો ગઇકાલ રાત્રે તેના ઘરે આવેલ હોવાની હકિકત મળતા શિહોર પોલીસ તથા ભાવનગર એસ.ઓ.જી. પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડેલ હતો. મજકુર આરોપી જયેશ ભાણજીભાઇ આ કેસ ઉપરાંત અન્ય બે દારૂના કેસમાં પણ વોન્ટેડ હતો. આમ શિહોર તથા એસ.ઓ.જી. પોલીસે દારૂના ત્રણ ગુન્હામાં વોન્ટેડ બુટલેગર જયેશ ભાણજીભાઇને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા શિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.આર.સોલંકી તથા પ્રોબેશનલ પીએસઆઈ આર.એચ.બાર તથા ડબલ્યુ પીએસઆઈ જે.બી.પરમાર તથા શિહોર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ જોડાયો હતો.